પિતાના
નથી શબ્દ, બસ છે ઇશારા પિતાના,
છુપા આંસુ, ઊંડા સહારા પિતાના.
કદી ‘ના’ સુણીને રિસાયો ઘણો હું,
થયો બાપ, ત્યારે નકારા પિતાના.
ઘસેલાં પગરખાં, ખમીસો સિવેલાં,
અમારા જ માટે ગુજારા પિતાના.
તરાવ્યો મને જિંદગીના વમળમાં,
સદા પાસ ઊભા કિનારા પિતાના.
પરાગે સદા ગાઈ માની ગઝલ, પણ
અધૂરા જ છે આ ઉતારા પિતાના.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #બાપ #ત્યાગ #મૌનપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #SilentLove #Sacrifice #FathersDay #ParagRatanpara