← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક ઓરડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક વાર
એક ઓરડો હતો.

એમાં
એક ખાટલો,
એક ફાનસ,
એક પતરાની પેટી,
ને ચાર જણ.

શિયાળે
એક જ ગોદડું
ચાર જણ ઓઢતાં,
ને કોઈને ઠંડી ન લાગતી.

આજે
ચાર બેડરૂમનો ફ્લૅટ છે,
ચારેયમાં એ.સી.,
ચારેયમાં અલગ ટીવી,
ચાર બંધ બારણાં.

ને ઠંડી
એટલી લાગે છે
કે કોઈ ગોદડું
કામ નથી આવતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપિતાનાઆગલો લેખ →ઘડિયાળ