← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રહીશું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉડી રાખ થઈને હવામાં રહીશું,
બની બીજ, ધરતી-કથામાં રહીશું.

ચિતા પાસ રડશો નહીં, દોસ્ત મારા,
હસીને તમારી સભામાં રહીશું.

વરસશું કદી મેહ થઈને ફરીથી,
તમારાં નયનની ઘટામાં રહીશું.

મરણ તો ફકત એક કપડું બદલવું,
નવા રૂપ લઈને દિશામાં રહીશું.

પરાગે મજાની સુગંધો વહેંચી,
ગયા બાદ પણ સૌ દુવામાં રહીશું.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #અમરત્વ #આત્મા #જીવનચક્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #BeyondDeath #Immortality #CycleOfLife #Soul #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપડખે રહેજેઆગલો લેખ →દિલાસામાં નથી જોયું