← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવજો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાવ પરદેશે ભલે, પણ હેત-પાંખે આવજો,
રાહ જોતી ઉંબરે છે, એ જ આંખે આવજો.

ડૉલરો ઝાઝા કમાજો, નામ પણ રોશન કરો,
પણ વતનના લીમડાની એક શાખે આવજો.

ફોન પર ‘ઓકે’ કહો છો, ને હસો છો સ્ક્રીન પર,
દર્દ જે ભીતર છુપાવો, એ જ સાખે આવજો.

ઓસરીમાં બાપુજીની ખાટ ખાલી છે હજી,
હાથ માથે બાપ મૂકી હેત રાખે, આવજો.

આ ગઝલને મ્હેકમાં બોળી ‘પરાગે’ મોકલી,
વાર ના કરજો, હવે તો આંખ ઝાંખે, આવજો.

– પરાગ રતનપરા

#ગઝલ #વિદાય #પરદેશ #વતન #માબાપ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #Diaspora #Homeland #ComeBackHome #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશકું છુંઆગલો લેખ →ચૂપચાપ ચાહું