← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શકું છું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખડકમાં ય કૂંપળ ઉગાડી શકું છું,
ઘણાં સ્વપ્ન સૂતાં, જગાડી શકું છું.

ભલે પાંખ કાપી, ભલે કેદ કીધો,
નજરથી ગગનને ઉડાડી શકું છું.

નથી પાસ હથિયાર, તો શું થયું, દોસ્ત?
હસી દર્દને પણ પછાડી શકું છું.

ભલે લોક બોલે: ‘નહીં થઈ શકે આ,’
નગારું વિજયનું વગાડી શકું છું.

પરાગે કદી ભીખ માગી નથી, ને
હવાને સુગંધે રમાડી શકું છું.

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મવિશ્વાસ #હિંમત #જીદ #પ્રેરણા #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfBelief #Courage #Resilience #Motivation #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડિયાળઆગલો લેખ →આવજો