આવશે
બારણે આંખો ધરી બસ એ જ, ‘ક્યારે આવશે?’
રાત આખી દીવડો બોલ્યો: ‘સવારે આવશે.’
નાવ આવી, નાવ ચાલી, ઘાટ પણ સૂનો થયો,
આશ કે’ છે: ‘કાલ નક્કી એ કિનારે આવશે.’
ફૂલ સૌ કરમાઈ ગ્યાં, ને સાંજ પણ ઢળતી રહી,
તોય માને મન, વસંતી કો બહારે આવશે.
પત્ર ના, સંદેશ ના, ના ફોનની ઘંટી કશે,
તોય લાગે, એ જ પગલે આજ દ્વારે આવશે.
રાહ જોતાં ફૂલ ખરવાને થયું, તોયે ‘પરાગ’,
મ્હેક કે’ છે: ‘એ હવાના કો પુકારે આવશે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ઇંતેઝાર #પ્રતીક્ષા #આશા #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #Hope #Longing #Separation #ParagRatanpara