કુલ ૨૦૨૨ લેખ · પાનું ૨૩ / ૪૧
ઓઢણી ઊડી જતાં લજવાય ગોરી વાયરે, આભમાં ચડતા પતંગે તંગ દોરી વાયરે.
થવું છે શું? કહો, આ રાતનો તારો બની જાઉં, નહીં તો આંગણે માના, ભલે ક્યારો બની જાઉં.
ધરા ધગધગ, ગગન સળગે, સહે છે તાપ ઊભું ઝાડ, ન માગે કોઈ પાસે કૈં, ન કરતું જાપ ઊભું ઝાડ.
સાંભરે છે માવડીની ખીચડી પરદેશમાં, ને પટારે બંધ, ઝૂરે ચૂંદડી પરદેશમાં.
ડાળ પર ઝૂલે હજી થોડાંક લીલાં પાંદડાં, સ્હેજ પવને થરથરે છે સાવ ઢીલાં પાંદડાં.
ફૂલ ના દેખાય, તોયે એક છાની મ્હેક છે, ઓરડે પાલવ સમી આ કોઈ માની મ્હેક છે.
તાડ જેવો ઝૂઝતો હું ડુંગરે નમતો નથી, સાવ ખાલી હાથ તોયે ઉંબરે નમતો નથી.
હતો ઝાકળ, હતો તડકો, સુરીલો રાગ કેડીએ, તમે જો સાથ હો, તો આ બને છે બાગ કેડીએ.
આંસુએ પાંપણ તણી એ પાળ તોડી ધોધ થઈ, ને નદી સાગર ભણી બેફામ દોડી ધોધ થઈ.
કાચની ખિસ્સે ખખડતી એ લખોટી ક્યાં હશે? ને નિશાળે ના જવાની વાત ખોટી ક્યાં હશે?
ઝાંપલો ના ઓળખે, હું ગામમાં છું અજનબી, એ ગલી ને એ જ ઘર, પણ નામમાં છું અજનબી.
દૂરથી આપે તરસને બસ દિલાસો ઝાંઝવાં, પાસ જઈએ તો કરે છે સૌ ખુલાસો ઝાંઝવાં.
જીવ છૂટ્યો જ્યાં બધાયે ભારથી, હળવો હવે, ઊડતો પંખી સમો હું પ્યારથી, હળવો હવે.
પાન કોરું, તોય એમાં હું જગાવું કલમથી, આંખ ભીની હોય, તો સૌને હસાવું કલમથી.
નાવ રોકી છે હવે મેં બે કિનારાની વચે, શ્વાસ પણ થંભી ગયો છે બે ઇશારાની વચે.
ઘર બળે તોયે ગઝલ-દીવો સદા પાળે કલમ, રોજ શબ્દોને નવા બીબે ફરી ઢાળે કલમ.
ભીંત સામે આ દડીને હું ઉછાળું એકલો, ને પછી એના જ પડઘા સાથ ગાળું એકલો.
બધે શોધ્યો ખુદાને તેં, હવે તું ઊતરીને જો, તને તારી જ છાયા ત્યાં મળે છે, બસ ઠરીને જો.
મા હસે છે રોજ સાંજે, રોજ રડતી સ્ક્રીન પર, દૂર દેશે દીકરાની આંખ ભીની સ્ક્રીન પર.
આ તિજોરી ને તિજોરીનું વજન ક્યાં લઈ જશો? હાથ ખાલી છે જવાનું, આ ભવન ક્યાં લઈ જશો?
કોઈ આંગણમાં અધૂરી આ દિવાળી ના રહે, કોઈ નાના હાથમાં કોરી જ થાળી ના રહે.
અહીં પ્રેમમાં તો હિસાબો નથી, નજરના સવાલે જવાબો નથી.
હતી ઇચ્છા, હતો હું ને ઘણો સીધો હતો રસ્તો, વળાંકે ચાંદની દીઠી, પછી લીધો હતો રસ્તો.
સ્ટેશને બેઠો ગવૈયો, મેઘ સાજે સાંભળો, આંખ એની સાવ કોરી, પણ અવાજે સાંભળો.
ન ઘર છે, ન દર છે, મજાની ફકીરી, હથેળી ઉપર આ જહાંની ફકીરી.
વિશ્વ જીતી આવનારો જાતથી હારી ગયો, દીકરીની એક નાની વાતથી હારી ગયો.
જખમ જેને થયા, એ તો પરાયા ઘાવ જાણે છે, ડુબેલો હોય જે, તે તો સફરની નાવ જાણે છે.
મન વમળમાં ગોળ ઘૂમે, જાત પણ મઝધાર છે, તોય તરતો હું રહું છું, ત્યાં કિનારે પ્યાર છે.
ઓટલે ફાનસ તળે બાની ગજબ વાણી હતી, એક રાજા, એક જંગલ, મ્હેલમાં રાણી હતી.
ગામના ઘરને હતું આ સાવ નાનું બારણું, તોય સૌને આવકારે એ જ માનું બારણું.
અમે તો જગતમાં ઘડીના વિઝા પર, છતાં મ્હેલ બાંધ્યા સદીના વિઝા પર!
આગની જ્વાળા મહીં આ સાવ કાયા ઓગળે, ને ચિતાની સાથ સાથે સર્વ માયા ઓગળે.
તું તિલક કર કે નમાજી, બેઉ છાતી એક છે, ઘાવ વાગે તો વહે જે, ધાર રાતી એક છે.
જિંદગી પણ રોજ દોડે ભાગતી ઘડિયાળમાં, શ્વાસ પણ ગણતો રહું છું હાંફતી ઘડિયાળમાં.
ન નકશો, ના પડાવો, ને છતાં આખી સફર મારી, ધુમાડે, ધૂળમાં ને ઝાકળે ઝાંખી સફર મારી.
લાખ તારા છે ગગનમાં, એક તો મારો હશે, હોય ઝાંખો તો ય એ તો આભમાં ન્યારો હશે.
ઓસરીમાં ઊતરે છે રોજ ઓળા સાંજના, ને ગગનમાંથી વળે છે ઘેર ટોળાં સાંજના.
ગામમાં આવ્યો હતો કાલે જ ખોટો બાવલો, આજ ટીવી પર ચમકતો એ જ મોટો બાવલો.
તને પત્ર રોજે, બહાને લખું છું, વિના નામ ને ઠામ, છાને લખું છું.
સાવ સૂનો લાગતો આ ઓરડો તારા વિના, ને ઝરૂખે મૂંઝવાતો દીવડો તારા વિના.
આંખ ભીની છે, ન પૂછો, આ ખુશીનાં આંસુઓ, બારણે ઊભા પિતા ને દીકરીનાં આંસુઓ.
રોજ સાંજે આયનામાં હું જ તોલું જાતને, ને પછી ધીરે રહીને ખૂબ ફોલું જાતને.
મોલ સૂકા, ધૂળ ઊડે, ખેતરે વરસાદ ક્યાં? ઝૂંપડીનું ઘાસ તપતું, છાપરે વરસાદ ક્યાં?
બુદ્ધિ બોલે: ‘દૂર ભાગો’, ‘ડૂબ જાવું’, દિલ કહે, ‘મૌન સારું’ શાસ્ત્ર કે’ છે, ‘ગીત ગાવું’, દિલ કહે.
સાંજ પડતાં યુદ્ધ ચાલે, ખૂબ રાડે ચેનલે, સત્ય તો વેચાઈ ગ્યું, ને જૂઠ ભાડે ચેનલે.
કાજળે ઢાંકું, છતાં બસ તુજ ચહેરો આંખમાં, ઊંઘ ક્યાંથી? રાતભર છે આ પહેરો આંખમાં.
આંસુ પી પીને થયા છે સાવ ખારા પથ્થરો, કોઈ પૂજાતા, ઘસાતા કોઈ પ્યારા પથ્થરો.
ધૂળ થઈને પાથરાઉં, ગામનો રસ્તો બનું, ના શિખર થઈ ઝળહળું, બસ કામનો રસ્તો બનું.
ઝરૂખે બેસશે ત્યારે જગા ખાલી નહીં સાલે? બનાવે ચા, અને બીજી હશે પ્યાલી, નહીં સાલે?
શાલ ઓઢાડી, ગળામાં ખૂબ હારો મંચ પર, ને ગઝલ જોતી રહી ખૂણે જ વારો મંચ પર.