← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિઝા પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે તો જગતમાં ઘડીના વિઝા પર,
છતાં મ્હેલ બાંધ્યા સદીના વિઝા પર!

નથી જાણ કે ક્યાં સુધી છે ઉતારો,
હસી લો, રમી લો ખુશીના વિઝા પર.

તિજોરી ભરી ને ભરી બેંક આખી,
જવું છે બધાને નદીના વિઝા પર.

ગયું બાળપણ ને ગયાં સૌ રમકડાં,
હતું એ બધું બસ પરીના વિઝા પર.

પરાગે ભ્રમર થઈ ભ્રમણ ખૂબ કીધું,
હતો તોય કાયમ કળીના વિઝા પર.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવન #ક્ષણભંગુરતા #વ્યંગ #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeOnAVisa #Transience #LightSatire #Childhood #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસહીઆગલો લેખ →ઓગળે