← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓગળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આગની જ્વાળા મહીં આ સાવ કાયા ઓગળે,
ને ચિતાની સાથ સાથે સર્વ માયા ઓગળે.

ફૂલ મૂકીને કબર પર, સૌ ઉતાવળમાં ગયા,
સાંજ પડતાં પીપળાની એક છાયા ઓગળે.

જે મહેલો બાંધવામાં આયખું આખું ગયું,
રેત જેવા એ બધાના આજ પાયા ઓગળે.

નામ કોતરવા ગયા’તા પથ્થરો પર શાનથી,
પથ્થરો પણ ધૂળ થઈ, જેમાં સમાયા, ઓગળે.

આ પરાગે જિંદગીભર ગંધનાં ગીતો ઘણાં,
અંતમાં ગાનાર ને જે ગીત ગાયાં, ઓગળે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #સ્મશાન #માયા #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Mortality #Cremation #Illusion #Impermanence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવિઝા પરઆગલો લેખ →એક છે