← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું તિલક કર કે નમાજી, બેઉ છાતી એક છે,
ઘાવ વાગે તો વહે જે, ધાર રાતી એક છે.

ભીડ પૂછે નામ, પૂછે ધર્મ, પૂછે ગામ પણ,
ભૂખ ને ભય ને મરણની સર્વ જાતી એક છે.

મસ્જિદે દીવો કરો કે મંદિરે, શું ફેર છે?
તેલ નોખાં હોય તોયે જ્યોત વાતી એક છે.

કૃષ્ણનો હો કે ખુદાનો, પ્રેમ તો સાચો હતો,
ગાય મીરાં કે કબીરો, પ્રીત ગાતી એક છે.

આ પરાગે ફૂલ પૂછ્યું, ‘ધર્મ શો તારો, કહે?’
ફૂલ બોલ્યું, ‘મ્હેકની તો જાત-પાતી એક છે.’

– પરાગ રતનપરા

#ગઝલ #માનવતા #એકતા #કોમીએખલાસ #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Humanity #Unity #CommunalHarmony #OneBlood #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઓગળેઆગલો લેખ →શ્રાવણનો દિવસ