← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સહી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી કોરાં ઘણાં પાનાં, હજી શાહી ભરેલી છે,
હથેળીમાં સમયની આ કલમ સૌએ ધરેલી છે;
લખાયું શું, ભુસાયું શું, હિસાબો છોડ, ઓ સાથી,
હશે જે પણ, ભલા, અંતે સહી તારી કરેલી છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખખરતો તારોઆગલો લેખ →વિઝા પર