અજનબી
ઝાંપલો ના ઓળખે, હું ગામમાં છું અજનબી,
એ ગલી ને એ જ ઘર, પણ નામમાં છું અજનબી.
ભાઈબંધે જોઈ પૂછ્યું: ‘કોણ છો? ક્યાંથી તમે?’
બાળપણની એ રમતની શામમાં છું અજનબી.
મા હતી ત્યારે હતી આખા ફળીની ઓળખાણ,
એ નથી, તો હું જ મારા ધામમાં છું અજનબી.
ખેતરે જ્યાં હળ ચલાવ્યું બાપદાદાએ સદા,
ત્યાં જ હું હળ પકડવાના કામમાં છું અજનબી.
ફૂલ જેવી જાત લઈ પાછો ફરે છે આ પરાગ,
મંદિરે ઝૂરું, હવે હું શ્યામમાં છું અજનબી.
– પરાગ રતનપરા
#ગઝલ #વતન #અજનબી #પરદેશ #ઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #StrangerAtHome #Homecoming #Diaspora #Identity #ParagRatanpara