ઝાંઝવાં
દૂરથી આપે તરસને બસ દિલાસો ઝાંઝવાં,
પાસ જઈએ તો કરે છે સૌ ખુલાસો ઝાંઝવાં.
હાંફતું હરણું પડી ગ્યું, આંખમાં દરિયો ભરી,
તોય રાખ્યો આખરે એને ય પ્યાસો ઝાંઝવાં.
પાંચ વર્ષે એક વેળા વાયદા દઈ ગ્યા બધા,
આજ ફેંકે છે ફરીથી એ જ પાસો ઝાંઝવાં.
ગાગરો લઈ ગામ આખું દૂર કૂવે જાય છે,
ને તળે પણ ત્યાં કરે છે રોજ વાસો ઝાંઝવાં.
ફૂલ સૂકાં, ડાળ સૂકી, ને લખે છે આ પરાગ,
આંખમાં ભરતાં રહે છે એ ઉજાસો ઝાંઝવાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝાંઝવાં #તરસ #રણ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #Thirst #Desert #FalsePromises #ParagRatanpara