સાંભળો
સ્ટેશને બેઠો ગવૈયો, મેઘ સાજે સાંભળો,
આંખ એની સાવ કોરી, પણ અવાજે સાંભળો.
તાર તૂટ્યા, પેટ ખાલી, શ્વાસ પણ હાંફી ગયો,
તોય સૂરો ના ડગે, એના મિજાજે સાંભળો.
રોજ આવે-જાય ગાડી, કોઈ ના થોભે જરી,
એક સિક્કો જો પડે, તો એ નમાજે સાંભળો.
ને અચાનક આભ ગાજ્યું, વીજળી ઝબકી પડી,
તાનસેનો તાજ વિણ પણ હોય, આજે સાંભળો.
આ પરાગે છત્ર છોડી ભીંજવા દીધું બદન,
ગીતમાં વરસાદ છે, ને એ ઇલાજે સાંભળો.
– પરાગ રતનપરા
#ગઝલ #મલ્હાર #વરસાદ #ગવૈયો #સંગીત #પરાગરતનપરા
#GujaratiGhazal #Malhar #StreetSinger #MonsoonMusic #HiddenTalent #ParagRatanpara