← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હતો રસ્તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી ઇચ્છા, હતો હું ને ઘણો સીધો હતો રસ્તો,
વળાંકે ચાંદની દીઠી, પછી લીધો હતો રસ્તો.

ગલી છોડી, ગલીની રાતરાણી ફૂલ છોડીને,
નગરની રોશનીએ ત્યાં મને દીધો હતો રસ્તો.

ભલે ચાલ્યો ગયો હું દૂર, પણ ઉંબર હજી બોલે,
પિતાએ આંખમાં રાખી મને કીધો હતો રસ્તો.

હતો આ જિંદગીનો જામ, સાકી, હું ય ઝૂમ્યો છું,
ગલી પણ ઝૂમતી, એ રીત મેં પીધો હતો રસ્તો.

પરાગે ગંધ થઈ વિશ્વે ભ્રમણ કીધું ઘણું તોયે,
હવે મૂળે જવાનો, લ્યો, મને ચીંધ્યો હતો રસ્તો.

– પરાગ રતનપરા

#ગઝલ #રસ્તો #ઇચ્છા #પિતા #મૂળ #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePath #Desire #Father #BackToRoots #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહિસાબો નથીઆગલો લેખ →સાંભળો