લખું છું
તને પત્ર રોજે, બહાને લખું છું,
વિના નામ ને ઠામ, છાને લખું છું.
ગુલાબી બધી લાગણી ને ઉમળકા,
ગણિતની વહીના જ પાને લખું છું.
તને સાદ દેવા ઘણી હામ ભીડી,
હવા થઈ તને આજ કાને લખું છું.
તિજોરી ભરી બાપુએ નોટ-સોને,
ગઝલ હું ઉરે આ ખજાને લખું છું.
પરાગે, ન કાગળ, ન શાહી, ન લેખણ,
હવે મ્હેકમાં હું જમાને લખું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમપત્ર #પહેલોપ્રેમ #શાળાનાદિવસો #સુગંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveLetters #FirstLove #SchoolDays #Fragrance #ParagRatanpara