← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કલમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘર બળે તોયે ગઝલ-દીવો સદા પાળે કલમ,
રોજ શબ્દોને નવા બીબે ફરી ઢાળે કલમ.

પેટ બળતું હોય તોયે શાંત શાહી થઈ સરે,
રોષને પણ રાગ થઈને પ્રેમથી વાળે કલમ.

ઘર અને ખિસ્સાં બધું ખાલી, છતાં પૂછો ખબર?
‘સૌ કુશળ છે’ — એ લખીને આંસુને ખાળે કલમ.

મંચ પર તાળી, પ્રશંસા, હાર ને બહુ રોશની,
છેક છેલ્લી હારનાં ખાલી નયન ભાળે કલમ.

માત્ર ફૂલો પર ન ચાલે, સાંભળી લે આ, ‘પરાગ’,
કંટકોને પણ ગુલાબો જેમ પંપાળે કલમ.

– પરાગ રતનપરા

#ગઝલ #કલમ #કવિ #સંઘર્ષ #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #PoetsLife #Struggle #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમધ્યમાંઆગલો લેખ →એકલો