ફકીરી
ન ઘર છે, ન દર છે, મજાની ફકીરી,
હથેળી ઉપર આ જહાંની ફકીરી.
ખભે તૂંબડું, ધૂળ પગમાં ભરેલી,
લબોમાં કબીરી કહાની ફકીરી.
ન સોનું, ન ચાંદી, ન તાળાં, ન ચાવી,
ઉઘાડા દરોની નિશાની ફકીરી.
ભલે વાળ ધોળા, ભલે કાય ઝૂકી,
છતાં જીવની છે જવાની ફકીરી.
હવે સાધુ ઊડે વિમાનો મહીં ને,
કરોડો તણી આ દુકાની ફકીરી!
પરાગે, હવા ઘર, ગગન છત બની ગઈ,
મળી ગંધ જેવી સુહાની ફકીરી.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #સૂફી #મસ્તી #વૈરાગ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Fakir #SufiSpirit #Detachment #FreedomOfSoul #ParagRatanpara