કલમથી
પાન કોરું, તોય એમાં હું જગાવું કલમથી,
આંખ ભીની હોય, તો સૌને હસાવું કલમથી.
ખેડુ હળથી ખેતરે જે રીત વાવે ધાન સૌ,
એમ ગીતોનાં ઝરણ હું યે વહાવું કલમથી.
બાળ જેવું મન રિસાતું, ઓરડે ખૂણે પડે,
વારતા કરતો પછી, એને મનાવું કલમથી.
દ્વેષની જ્વાળા બધે ભડકે ભલે, હું તો અહીં
પ્રેમનો દીવો ઝગે, એને બચાવું કલમથી.
ખૂટશે શાહી કદી, ને શ્વાસ પણ થાકે, પરાગ,
તોય અંતિમ એ ઘડીને પણ સજાવું કલમથી.
– પરાગ રતનપરા
#ગઝલ #કલમ #કવિતા #શબ્દ #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #ThePen #Poetry #PowerOfWords #Creation #ParagRatanpara