આવકાર
સુખ આવ્યું
ત્યારે મેં બારણું ખોલ્યું,
ચા મૂકી,
ને ફોટો પડાવ્યો.
દુઃખ આવ્યું
ત્યારે બારણું બંધ રાખ્યું.
એ ઓટલે બેસી રહ્યું,
રાતભર.
સવારે
બારણું ખોલ્યું
તો એ હજી ત્યાં જ હતું —
ઠૂંઠવાયેલું,
ભૂખ્યું,
મારી જેમ જ એકલું.
મેં એને પણ
ચા પાઈ.
એ દિવસથી
સમજાયું:
આંગણે આવે તે સૌ
મહેમાન છે,
ને મહેમાનને
પાછો વાળવાથી
એ જતો નથી,
ફક્ત
લાંબો રોકાય છે.
– પરાગ રતનપરા