← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પથ્થરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુ પી પીને થયા છે સાવ ખારા પથ્થરો,
કોઈ પૂજાતા, ઘસાતા કોઈ પ્યારા પથ્થરો.

ભીડ આવી, કાચ તૂટ્યા, ને ગલી બળતી રહી,
કોણ ફેંકે છે? ન જાણે, આ નઠારા પથ્થરો.

રાહ ચીંધી ગામનો, જે ખુદ કદી ના ત્યાં ગયા,
એ જ સડકે રોજ ઊભા, એ ય ન્યારા પથ્થરો.

મા દળે છે રોજ ઘંટી ભોરમાં ગાતી ભજન,
લોટ સાથે બેઉ ઘસતા, બેઉ સારા પથ્થરો.

આ પરાગે ફૂલ મૂક્યાં દેવ પર, ભીનું થયું,
તોય ભીંજાયા નહીં, એ સૌ તમારા પથ્થરો.

– પરાગ રતનપરા

#ગઝલ #પથ્થર #હુલ્લડ #માનીઘંટી #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Stones #Riots #MothersMillstone #StoneHearts #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆંખમાંઆગલો લેખ →રસ્તો બનું