← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હળવો હવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીવ છૂટ્યો જ્યાં બધાયે ભારથી, હળવો હવે,
ઊડતો પંખી સમો હું પ્યારથી, હળવો હવે.

જીત કે હારે હવે ના ફેર પડતો કૈં મને,
હું ઘણું શીખી ગયો છું હારથી, હળવો હવે.

પૂતળી પેઠે નચાવ્યો કોઈએ સઘળો સમય,
આજ છૂટ્યો કોઈના એ તારથી, હળવો હવે.

ના ખજાનો, ના તિજોરી, ના કશે તાળું કદી,
ચોર પણ ખાલી ગયો આ દ્વારથી, હળવો હવે.

આ પરાગે પાંખડીનો સાથ છોડ્યો વાયરે,
મ્હેક થઈ ઊડ્યો, ગયો આ પારથી, હળવો હવે.

– પરાગ રતનપરા

#ગઝલ #મુક્તિ #હળવાશ #વૈરાગ્ય #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Liberation #Lightness #LettingGo #Detachment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅદનો આદમીઆગલો લેખ →થીંગડાં