← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દિલ કહે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બુદ્ધિ બોલે: ‘દૂર ભાગો’, ‘ડૂબ જાવું’, દિલ કહે,
‘મૌન સારું’ શાસ્ત્ર કે’ છે, ‘ગીત ગાવું’, દિલ કહે.

મેઘ ગાજે, લોક ડાહ્યા બંધ બારીએ રહે,
પ્હેલવેલા મેઘમાં તો ખૂબ ન્હાવું, દિલ કહે.

ડૉક્ટરે મીઠાઈ, ઘી ને ગોળ છોડાવ્યાં બધાં,
ને જલેબી જોઈ, ‘થોડું, એક ખાવું’, દિલ કહે.

ગામ કે’ છે, ‘ના મળો, બદનામ થાશો’, સાંભળો,
ને ‘ઝરૂખે એક વેળા પાસ આવું’, દિલ કહે.

આ પરાગે શાસ્ત્ર વાંચ્યાં, તર્ક પણ શીખ્યો ઘણો,
ગંધ થઈને અંતમાં સૌમાં સમાવું, દિલ કહે.

– પરાગ રતનપરા

#ગઝલ #દિલવિરુદ્ધદિમાગ #પ્રેમ #વરસાદ #હળવાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #HeartVsMind #Love #FirstRain #LightHumour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપીંછુંઆગલો લેખ →વડલો બોલે