← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વડલો બોલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વડલો બોલે, ‘બેસ, બટાઉ, થાક ઉતારી જા,
મારી છાંયે ઘડીક ઝૂલી, પછી તારે ગામ જા.’

વડવાઈએ ઝૂલ્યા’તા તારા દાદા ને પરદાદા,
મારા થડ પર કોતર્યા’તા પ્રીતના પહેલા વાયદા;
તું ય બેસ, ને તારી વાતો મને કહેતો જા…
વડલો બોલે…

ઉનાળે હું છાંયો દઉં ને ચોમાસે દઉં ઓથ,
પંખી-પારેવાંને આપું માળો, દઉં બથોબથ;
કોઈ કુહાડી લઈને આવે, તોય કહું ‘આવ, ભા!’…
વડલો બોલે…

પરાગ કહે: આ વડલો નથી, આ તો ગામનો વડીલ,
ઝૂકેલી ડાળે આશિષ આપે, રાખે સૌનું દિલ;
એક દિ’ એ પણ ઢળી પડશે, પહેલાં વાવતો જા…
વડલો બોલે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદિલ કહેઆગલો લેખ →ચેનલે