કુલ ૨૦૨૨ લેખ · પાનું ૧૪ / ૪૧
અધરનું મૌન, તોયે આંખ શરમાતી કહી દે છે, હૃદયની વાત, ધીમી ચાલ ગભરાતી કહી દે છે.
સમય રંગ નોખા બતાવે પળેપળ, હસાવે ઘડીમાં, રડાવે પળેપળ.
નળમાં હવે પાણી ય થોડું આવશે, ધીરજ ધરો, કાગળ ભરો, ખિસ્સાં ભરો, તો ખૂલશે, ધીરજ ધરો.
આંગણે દીવા હજારો, સાવ કાળું ભીતરે, દ્વાર ખોલ્યાં વિશ્વનાં, ને બંધ તાળું ભીતરે.
ગામમાં સૌ ઓળખે છે, આજ માના નામથી, ને હૃદયમાં હું વસું છું કોઈ છાના નામથી.
મકાનો, મહેલો, ઉધારી નગરમાં, તળે ફૂટપાથે ભિખારી નગરમાં.
ના નસીબે, ના ગ્રહોમાં, તીર તારા હાથમાં, પી શકે તો પી, તરસ્યા, નીર તારા હાથમાં.
ઘર ગયું, ખેત ગ્યું, ગામડું પૂરમાં, કોઈની ખાટલી, ઝૂંપડું પૂરમાં.
આંખો ઝરે મા-બાપની, એ ઉંબરે મોતી થયાં, ટીપાં પડે પરસેવનાં, એ ખેતરે મોતી થયાં.
કેટલાં બાળક, પતંગા, ફૂલ રમતાં બાગમાં, ને બધાં ઘરડાં ય થઈ ગ્યાં બાળ, હસતાં બાગમાં.
હતી બંધ બારી, ઉઘાડી અચાનક, હતી ઊંઘતી, તેં જગાડી અચાનક.
આખું ગગન તાકું છતાં, એ વાદળે આવ્યો નહીં, ને દીકરો પરદેશથી, એ કાગળે આવ્યો નહીં.
ઘર નથી, બસ ફૂટપાથો, ઠામ-સરનામું નથી, ચોપડે સરકારના પણ, નામ-સરનામું નથી.
હતી જે કહાની, અધૂરી રહી, ઉગી જે જવાની, અધૂરી રહી.
અલારમ જ્યાં બજે છે, ત્યાં બધુંયે નગર દોડે છે, નથી ફુરસદ કશાની, પણ ઉપરથી ખબર દોડે છે.
ના જોઈએ મોટો મહલ, બસ આંગણું થોડું ઘણું, આવે હવા, ચકલી ઘરે, ને બારણું થોડું ઘણું.
બધું સોનું, બધી ચાંદી, બધું છોડી જવાનું છે, હતા સંબંધ જે તાણે, બધા તોડી જવાનું છે.
ઓળખાણો, પ્રેમ, ઝઘડો, સૌ જમાવ્યો ચેટમાં, ને પછી ત્યાં ‘બ્લૉક’ કીધો, ને ભુલાવ્યો ચેટમાં.
નદી દરિયે ભળે જેવી, ભળું, હે શ્યામ, તારામાં, નથી ‘હું’, ના કશું ‘તું’ પણ, હવે આરામ તારામાં.
ઝરમર ઝરે, ભીની ધરા, એ આંગણે તું સાંભરી, ઝાકળ સમું ટીપું ઢળે, ને પાંપણે તું સાંભરી.
હતો બાળ, ઝૂલ્યો સહારે ખભે, જુવાની, નવું ઘર, ઉધારે ખભે.
વિધાતા તો લખી ચાલી ઉદાસી-ભાગ છઠ્ઠીએ, ન ગીતો કે ન સરગમ, બસ ઘણો વૈરાગ છઠ્ઠીએ.
આગ જ્યાં પ્રગટે હવનની, મોહ-માયા ઓગળે, રાખ થઈ જાતી ચિતામાં, રૂપ-કાયા ઓગળે.
ઠોકર ઘણી, ખાધી ભલે, હું તો પડી ઊભો થયો, રાતો ઘણી, છાનો છુપો, ખૂણે રડી ઊભો થયો.
ફૂલની આશા બતાવી સાવ ડાળી છેતરે, રોજ ભૂખ્યાં બાળકોને એક થાળી છેતરે.
દીકરીની ઝાંઝરી ને ઢીંગલીઓ માળિયે, ને વિદાયે ગાંઠ વાળી પોટલીઓ માળિયે.
ના કહું તો પણ ફરીથી એ જમાડે પ્રેમથી, ને દવાખાને પછી ડૉક્ટર ઉજાડે પ્રેમથી.
જનમતાંવેંત નંબર લઈ, ફરી ઊભા કતારોમાં, બધાં ફૉર્મો, બધી અરજી ભરી ઊભા કતારોમાં.
તમોને બધાં સુખ નિરાળાં મુબારક, અમોને અમારા ઉનાળા મુબારક.
જિંદગી આખી ગુમાવી, ત્યાં જ હસતાં આવડે, આંસુઓ ખૂટી ગયાં, ને સાવ રડતાં આવડે.
આભ જેવું આંગણું, એ આંગણું મારું હતું, રાહ જોતું સાંજ પડતાં બારણું મારું હતું.
શ્વાસ મારા, દેહ મારો, ભીતરે આ કોણ રે? હું જ બેઠો છું ઘરે, તો ઉંબરે આ કોણ રે?
ગલી છોડી, નદી છોડી, છતાં આ વતન મારામાં, ધુમાડો, ઢોર ને ગરબા, સમાયું ગગન મારામાં.
બળેલા વને પણ ઘટા ઊગશે, અમાસે ય કાલે દિશા ઊગશે.
રાખ થઈ ગ્યું ઘર બધું, પણ એક તણખો છે અહીં, ભીંત સઘળી ભોંય પર, પણ આ ઝરૂખો છે અહીં.
નદી જેમ દરિયે સરી પ્રેમમાં, મટી જાત, ત્યારે તરી પ્રેમમાં.
શબ્દ નાનો છતાં લાગણી કોતરે, એક ઝીણી અણી માગણી કોતરે.
આભ કોરુંકટ, ધરા ફાટી, તળાવો પી જતો, ને દુકાળ જ ફાઇલોના સૌ ઠરાવો પી જતો.
તમારા દોષ પાલવમાં ભરી, કેવા ગુના ઢાંક્યા, હસીને સૌ સગાંઓના અમે ઘા પણ ઘણા ઢાંક્યા.
તાવ આવે બાળને, શોધે દવાઓ ગૂગલ પર, ને નમાજે માગવાની સૌ દુવાઓ ગૂગલ પર.
બગીચે પુરાણા મળે રોજ સાંજે, અને સૂર્ય સાથે ઢળે રોજ સાંજે.
બેન બાંધે છે હવે તો રાખડીઓ કૉલ પર, ને ઉતારે મા સવારે આરતીઓ કૉલ પર.
હવે ગાલે ન રેખાઓ, છુપાવી ઉમર ફિલ્ટરથી, હજારો ‘લાઇકો’ વરસે, મળી સૌ નજર ફિલ્ટરથી.
ઘણી વખત ઘર આખું ભરી સભા જેવું, પછી અચાનક સૂનું, તમસ-ગુફા જેવું.
મેં લખી’તી ગામની આખી ઉદાસી પત્રમાં, ને હતી ચાંદા વગરની એ અગાસી પત્રમાં.
તને હું હૃદયમાં છુપાવું છતાં પણ, નયનથી ઝરે છે, ભુલાવું છતાં પણ.
પથારી સાવ સૂની છે, નવો આઘાત, જાગું છું, ભુલાતી ક્યાં? તમારી એ અધૂરી વાત, જાગું છું.
ઑફિસે જે ગર્જના, એ ઊતરે ઘર આવતાં, ને જગતને જે ડરાવે, થરથરે ઘર આવતાં.
આ ફકીરો ગાય છે ને હાથ ખાલી આંગણે, રોજ આવે, કૈં ન માગે, એ સવાલી આંગણે.
આજ નહિ તો કાલ, એની બંધ બારી ખૂલશે, ને ગુલાબી ઓઢણી ઓઢી અટારી ખૂલશે.