← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આવડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગી આખી ગુમાવી, ત્યાં જ હસતાં આવડે,
આંસુઓ ખૂટી ગયાં, ને સાવ રડતાં આવડે.

ઘાસ જે ઝૂકી ગયું, તોફાનમાં એ જીવતું,
મૂળ ઊંડાં હોય એને ખૂબ નમતાં આવડે.

શ્વાસ ગણવામાં જ આખું આયખું વીતી ગયું,
છેક છેલ્લા શ્વાસ ટાણે શાંત મરતાં આવડે.

તેલ ખૂટ્યું, વાટ પણ ઓછી પડી, ત્યારે જ તો
કોડિયાને આખરી પળ પૂર્ણ બળતાં આવડે.

આ પરાગે શબ્દ ઘૂંટ્યા કેટલાં વરસો સુધી,
સૂર્ય જેવું શાંત થઈને રોજ ઢળતાં આવડે.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનબોધ #અનુભવ #નમ્રતા #સમય #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeLessons #Experience #Humility #Wisdom #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખારવણઆગલો લેખ →દેશપ્રેમ સ્ક્રીનમાં