પ્રેમમાં
નદી જેમ દરિયે સરી પ્રેમમાં,
મટી જાત, ત્યારે તરી પ્રેમમાં.
જગે જીવનારા ઘણા છે, છતાં
અમર એ જ, જે કો મરી પ્રેમમાં.
હતી ગાગરો સાવ ખાલી, પછી
ઝરણ શ્યામનું લઈ ભરી પ્રેમમાં.
કસોટી ઘણી, ઘાવ પણ સો મળે,
છતાં લાગણી આ ખરી પ્રેમમાં.
પરાગે ભ્રમણ તો ઘણું યે હતું,
હવે એક ફૂલે ઠરી પ્રેમમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #રાધાકૃષ્ણ #અમરપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Surrender #DivineLove #Devotion #ParagRatanpara