દોડ
અલારમ જ્યાં બજે છે, ત્યાં બધુંયે નગર દોડે છે,
નથી ફુરસદ કશાની, પણ ઉપરથી ખબર દોડે છે.
ન જોયો ચાંદ વર્ષોથી, ન જોયું ફૂલ ખીલેલું,
ફકત સ્ક્રીનો ઉપર નીચે સતત આ નજર દોડે છે.
ખબર ના ક્યાં જવું છે, પણ બધા દોડે, અમે પાછળ,
નથી મંઝિલ, નથી રસ્તો, છતાં આ સફર દોડે છે.
ભરીને ફી ઘણી મોંઘી, પટા પર રોજ હાંફું છું,
રહું ઊભો જગા પર, ને તળેથી ડગર દોડે છે.
પરાગે, ફૂલ ખીલ્યાં ને ખરી ચાલ્યાં, નથી ભાળ્યાં,
અહીં તો સૌ ઘડી સાથે, અને આ ઉમર દોડે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #દોડધામ #શહેરીજીવન #મોબાઇલ #ઝડપ #પરાગરતનપરા
#GujaratiGhazal #RatRace #BusyLife #ScreenAddiction #SlowDown #ParagRatanpara