← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વગડાની કેડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વગડાની કેડીએ મને સાદ દઈ બોલાવી,
કાંટાળી બોરડીએ મારી ઓઢણી ખેંચી લાવી.

ઘડો ભરવા નીકળી’તી, ને પનઘટ દૂર રહ્યો,
ટહુકો કોયલનો સાંભળી મારો પગ ત્યાં જ થંભ્યો;
ખાખરાની ડાળીએ કેસૂડાની વેણી બંધાવી…
વગડાની કેડીએ…

ઝરણું કહે: ‘જરા બેસ, બેની, પગ બોળી લે પાણી,’
પતંગિયું કહે: ‘રંગ દઉં તને, તું થા વગડાની રાણી;’
સૂરજ ઢળતો ગયો, ને મેં તો સાંજ અહીં જ વિતાવી…
વગડાની કેડીએ…

પરાગ કહે: આ ઘડો ખાલી, પણ ભીતર છલકાયું,
ઘેર જઈ સાસુ બોલશે, પણ મનડું તો મલકાયું;
કદી કદી કામ મેલીને, જાતને લેવી જગાવી…
વગડાની કેડીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદોડઆગલો લેખ →થોડું ઘણું