← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જવાનું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધું સોનું, બધી ચાંદી, બધું છોડી જવાનું છે,
હતા સંબંધ જે તાણે, બધા તોડી જવાનું છે.

નથી ખિસ્સું કફનમાં, ના કશું આવે અહીં સાથે,
ખુલી મુઠ્ઠી, હથેળી બે, હવે જોડી જવાનું છે.

ન તારીખો, ન ચોઘડિયાં, ખબર ક્યારે, ન ક્યાં કોને,
બુલાવો આવશે તો બસ, તરત દોડી જવાનું છે.

ઘણી વાતો અધૂરી છે, ઘણાં ગીતો હજી બાકી,
છતાં આ સૌ સગાંથી મુખ હવે મોડી જવાનું છે.

પરાગે, ફૂલની ખુશબૂ હવામાં ઓગળી જાશે,
સમયના હાથ, આ પરપોટને ફોડી જવાનું છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૃત્યુ #નશ્વરતા #વૈરાગ્ય #જીવનસત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Mortality #Impermanence #Detachment #LifeTruth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમુલાકાતઆગલો લેખ →પરોઢ