મુલાકાત
ત્રીસ વર્ષ પછી
એક લગ્નના માંડવે
એ મળી.
એની આંગળી
પૌત્રીએ પકડી હતી,
મારી
પૌત્રે.
‘કેમ છો?’
‘સારું.’
‘તમે?’
‘સારું.’
ત્રીસ વર્ષનો ઇતિહાસ
ચાર શબ્દોમાં
પતી ગયો.
બાકીનું
એણે
સાડીના પાલવમાં,
ને મેં
ચશ્માંના જાડા કાચ પાછળ
સંતાડી દીધું.
ને પૌત્ર-પૌત્રી
ઝટ ઝટ
જમણવાર તરફ
અમને ખેંચી ગયાં.
– પરાગ રતનપરા