← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નગરમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મકાનો, મહેલો, ઉધારી નગરમાં,
તળે ફૂટપાથે ભિખારી નગરમાં.

હતી ગામમાં ના દવા, તો અહીં પણ
મળી ના જગા, ના પથારી નગરમાં.

ધુમાડો, અવાજો, ઘણા હૉર્ન, ટોળાં,
ફરે કાચબા શી સવારી નગરમાં.

ઠગે ‘સેલ’, ‘ઑફર’, મફતના વચનથી,
ઘણા સૂટ-બૂટે શિકારી નગરમાં.

પરાગે, ન ફૂલો, ન પંખી, ન ઝરણાં,
હવામાં ધુમાડો, બિમારી નગરમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #નગર #શહેરીજીવન #પ્રદૂષણ #ગરીબી #પરાગરતનપરા
#GujaratiGhazal #CityLife #Pollution #UrbanPoverty #RatRace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકવિસંમેલનઆગલો લેખ →શહેરની ગાય