← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારા હાથમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના નસીબે, ના ગ્રહોમાં, તીર તારા હાથમાં,
પી શકે તો પી, તરસ્યા, નીર તારા હાથમાં.

દ્રૌપદી, આ કાળમાં ના શ્યામ આવે દોડતો,
લાજ તારી રાખવા છે ચીર તારા હાથમાં.

દાબ ઝીલે, તાપ ઝીલે, એ જ ઝળહળતું બને,
કોલસો તો કોલસો, પણ હીર તારા હાથમાં.

જિંદગી આખી ય ફાટી, ચીંથરાં ચારે તરફ,
સાંધવું, કે ફેંકવું હો, લીર તારા હાથમાં.

આ પરાગે ફૂલની પીંછી ધરી, બોલ્યો હસી:
કેનવાસે રંગ ભર, તસવીર તારા હાથમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #કર્મ #ભાગ્ય #સ્ત્રીશક્તિ #પુરુષાર્થ #પરાગરતનપરા
#GujaratiGhazal #Karma #DestinyInYourHands #WomenEmpowerment #SelfMade #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશહેરની ગાયઆગલો લેખ →પૂરમાં