પૂરમાં
ઘર ગયું, ખેત ગ્યું, ગામડું પૂરમાં,
કોઈની ખાટલી, ઝૂંપડું પૂરમાં.
હાશ, સૌ જીવતાં, ઘર ભલે ને ગયું,
બાળ રોયું: ‘ગયું ચોપડું પૂરમાં.’
ગાય ખીલે રહી, આંખ ભીની કરી,
દોર તૂટ્યો, ગયું વાછડું પૂરમાં.
એક કીડી બચી, કારણે એટલું:
નાવ થઈ ગ્યું હતું પાંદડું પૂરમાં.
બાગ ના, ફૂલ ના, પણ પરાગે જુઓ,
શબ્દનું બાંધતો ખોરડું પૂરમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પૂર #હોનારત #ગામડું #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Flood #Disaster #VillageLife #Hope #ParagRatanpara