← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાગમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાં બાળક, પતંગા, ફૂલ રમતાં બાગમાં,
ને બધાં ઘરડાં ય થઈ ગ્યાં બાળ, હસતાં બાગમાં.

પાનખરમાં પણ ઉદાસી ક્યાં હતી, જોયું તમે?
પાંદડાં પણ નાચતાં’તાં ખૂબ ખરતાં બાગમાં.

હાથમાં લઈ હાથ, ધીમે પગ ઉપાડી ચાલતાં,
એ જ જૂનાં બે જણાં, બસ સાથ ભમતાં બાગમાં.

કાનમાં બે ભૂંગળાં, ને હાથમાં ગણતાં કદમ,
ફૂલ જોયા વિણ ઘણા લોકો ય ફરતાં બાગમાં.

ફૂલ પાસે જઈ, પરાગે સાંભળી એની કથા,
આંસુ-ઝાકળ, બેઉ જાણે એક મળતાં બાગમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #બાગ #પ્રકૃતિ #દાંપત્ય #પાનખર #પરાગરતનપરા
#GujaratiGhazal #Garden #Nature #OldLove #Autumn #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભૂલી જઈએઆગલો લેખ →ભગવાં