જાગું છું
પથારી સાવ સૂની છે, નવો આઘાત, જાગું છું,
ભુલાતી ક્યાં? તમારી એ અધૂરી વાત, જાગું છું.
ઘડી ટકટક કરે છે ને કહે છે: ‘સૂઈ જા, મૂરખ’,
લડું છું હું સ્વયં સાથે, નિચોવી જાત, જાગું છું.
સિતારા સૌ ગણી લીધા, ઢળી ચાંદો ગયો ક્યારે,
હવે બારી ઉપર બેઠું ઉદાસ પ્રભાત, જાગું છું.
તમે આપી ગયાં’તાં જે, બધું પાછું કરી દીધું,
અનિદ્રાની રહી બાકી, ગમી સોગાત, જાગું છું.
કળીઓ બંધ થઈ ગઈ ને બગીચો ઊંઘમાં પોઢ્યો,
પરાગે મ્હેક રાખી છે સલામત, રાત જાગું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉજાગરો #વિરહ #અનિદ્રા #રાત #પરાગરતનપરા
#GujaratiGhazal #Sleeplessness #Heartbreak #Insomnia #LonelyNights #ParagRatanpara