← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેતરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફૂલની આશા બતાવી સાવ ડાળી છેતરે,
રોજ ભૂખ્યાં બાળકોને એક થાળી છેતરે.

આંગણે દીવા ઝગે, ભીતર અમાસો એમ છે,
ભીંત રંગી, લાઇટો ટાંગી, દિવાળી છેતરે.

મંચ પરથી વાયદાઓ મેઘ જેવા ગાજતા,
ભીડ ભાડાની ભરીને, રોજ તાળી છેતરે.

પાંખડીઓ રોજ ખરતી, બાગ આખો મૌન છે,
ને રખોપું જે કરે, એ ખુદ જ માળી છેતરે.

ઝાંઝવાં તો ઝાંઝવાં છે, શું ગિલા એનો ‘પરાગ’,
હોઠ પર આવી, ઢળી ગઈ, એ જ પ્યાલી છેતરે.

– પરાગ રતનપરા

#ગઝલ #છેતરપિંડી #ભ્રમ #ઝાંઝવાં #સમાજદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Illusion #Deception #FalseHope #SocialTruth #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆરસની પરીઆગલો લેખ →જ્યારે એ પાછો આવશે