← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જ્યારે એ પાછો આવશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યારે એ પાછો આવશે
ત્યારે હું બારણું તરત નહીં ખોલું.
થોડી વાર ઊભો રાખીશ —
જેમ એણે મને
ચોમાસું આખું ઊભી રાખી હતી.

પછી રિસાઈશ,
મોં ફેરવી લઈશ,
પૂછીશ: ‘કેમ, રસ્તો ભૂલ્યા?’

આ બધું મેં
રોજ રાતે અરીસા સામે
ગોખી રાખ્યું છે.

પણ મને બીક છે —
સાંકળ ખખડશે
ને મારા હાથ
મને પૂછ્યા વગર જ
દોડી જશે,
જેમ નદી
કોઈની રજા લીધા વગર
દરિયાને ભેટી પડે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછેતરેઆગલો લેખ →માળિયે