← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નામથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામમાં સૌ ઓળખે છે, આજ માના નામથી,
ને હૃદયમાં હું વસું છું કોઈ છાના નામથી.

વાંસળી વાગે નદીએ, ગાય દોડે સાંજના,
આ હવા પણ ઓળખાતી શ્યામ-કાના નામથી.

રાગ મારો, સૂર મારા, ગીત પણ મારું હતું,
તોય પૂછે લોક: કેવા કો’ ઘરાના નામથી?

રોજ મોડો આવતો, ને રોજ જૂઠું બોલતો,
ઓળખાઉં ઑફિસે હું તો બહાના નામથી.

ફૂલ ખરશે, ગંધ ઊડે, ના રહે આ પણ પરાગ,
તોય જીવીશું ગઝલના આ તરાના નામથી.

– પરાગ રતનપરા

#ગઝલ #ઓળખ #નામ #મા #કૃષ્ણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Identity #NameAndFame #Mother #Krishna #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘડપણઆગલો લેખ →‘ના’