અધૂરી રહી
હતી જે કહાની, અધૂરી રહી,
ઉગી જે જવાની, અધૂરી રહી.
હતી ચૂંદડી લાલ, પીઠી ચડી,
લગનની નિશાની અધૂરી રહી.
હસી ઝેર પીધું, હજી ગાય છે,
છતાં એ દિવાની અધૂરી રહી.
થયો બંધ, ડૂબ્યાં ઘણાં ગામડાં,
નદીની રવાની અધૂરી રહી.
પરાગે ગઝલ આ લખી રાતભર,
ઘડી એ સુહાની અધૂરી રહી.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #ઇચ્છા #મીરાં #નદી #પરાગરતનપરા
#GujaratiGhazal #Incomplete #UnfulfilledDreams #Meera #River #ParagRatanpara