પળેપળ
સમય રંગ નોખા બતાવે પળેપળ,
હસાવે ઘડીમાં, રડાવે પળેપળ.
હતાં પાન લીલાં, હતી ડાળ ઝૂકી,
પવન પાંદડાંને ઉડાવે પળેપળ.
હતો કાલ બાળક, થયો આજ ઘરડો,
અરીસો મને ખુદ ભુલાવે પળેપળ.
નવી જ્યોત સૌ આંગણે એ જલાવે,
પુરાણી શિખાને બુઝાવે પળેપળ.
પરાગે, સમય એક માળી અજબ છે,
ખરેલાં સુમનથી સજાવે પળેપળ.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #પરિવર્તન #જીવનચક્ર #ક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Change #CycleOfLife #EveryMoment #ParagRatanpara