ઊગશે
બળેલા વને પણ ઘટા ઊગશે,
અમાસે ય કાલે દિશા ઊગશે.
ભલે ઘાવ ઊંડા, ભલે પીડ છે,
ઝખમની જ માટી, દવા ઊગશે.
હજી પથ્થરોમાં તિરાડો પડે,
અને ત્યાં જ કૂંપળ-દયા ઊગશે.
ભલે વેર વરસો પુરાણાં હશે,
નમેલી નજરમાં ક્ષમા ઊગશે.
પરાગે ખરીને ધરા ચૂમતાં,
સુગંધી નવી કો હવા ઊગશે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #પુનર્જન્મ #ક્ષમા #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Renewal #Forgiveness #Resilience #ParagRatanpara