આ ટેગ સાથે 2022 લેખ · પાનું ૨૨ / ૪૧
કહે છે હોઠ ના, પણ એ કહે છે આંખ હા ને ના, ઉઘાડું પાંજરું, તોયે કહે છે પાંખ હા ને ના.
ઊગવું, ખરવું ફરી? આ પારણું ના જોઈએ, ખેલ પૂરો, રંગમંચે બારણું ના જોઈએ.
દિવસભર દોડતું રણમાં, તરસનું હરણ હાંફે છે, નથી મંજિલ, નથી કેડી, ઘવાયાં ચરણ હાંફે છે.
ત્યાં કશું ના, ઓ હૃદય, આ બારણે રોકાઈ જા, સૂર્ય ઢળતો, સાંજ ઢળતી, આંગણે રોકાઈ જા.
ઘણા સંત બેઠા દુશાલા ધરીને, કથા ચટપટી ને મસાલા ધરીને.
ઝળહળું હું દીપ થઈ, તોફાનમાં જોજે મને, ફૂલ થઈ ઊગું કદી, વેરાનમાં જોજે મને.
નથી ગાદી, નથી તકિયા, છતાં રાતો ફકીરીમાં, ગગનનો ચાંદ સાથી, ને કરે વાતો ફકીરીમાં.
ઘર ઉધારે, ફોન હપ્તે, ને ય ગાડી લોન પર, ગામ આખું વાહ બોલે, બાપ-વાડી લોન પર.
જુએ જગ તમાશા, કબીરો હસે, ભરે ઘર, નિરાશા! કબીરો હસે.
તને કાગળ ભરીને મેં, લખી સૌ, નામ લખ્યું નહિ, હવા, ઝરમર, ગલી, શેરી, બધું, બસ ગામ લખ્યું નહિ.
સાંજ પડતાં, શૂન્ય ભાસે ઓટલે તારી જગા, દીવડો બળતો રહે છે ગોખલે તારી જગા.
તું ગયેલી, ચાંદ પણ એ રાતનું સાથે ગયું, ને અધૂરું ગીત પણ એ વાતનું સાથે ગયું.
રેખા હથેળીની કહે: ‘આ તો જ મારું ભાગ્ય છે’, ને કર્મ બોલ્યું: ‘પાડ પરસેવો જ તારું ભાગ્ય છે’.
બધું છોડી, ભભૂતી લઈ, ત્યજી સંસાર, ઇકતારો, વગાડે ગામને ગોંદર, તરાવે પાર ઇકતારો.
હતો એકલો, છું કિનારે હજી પણ, નયન રાહ જોતાં ઇશારે હજી પણ.
જુએ જે નજારો, નથી બોલતો, સુણે જે પુકારો, નથી બોલતો.
તપે રણ, ઉનાળે રહે ચાલતો, ઠરે ઘર, શિયાળે રહે ચાલતો.
ઘરે લોન, ખિસ્સે ઉધારી, ‘મજામાં!’ દવા, બાટલા ને પથારી, ‘મજામાં!’
ઝાડ પર કોમળું પાંદડું હું બનું, ગામને છેડલે ઝૂંપડું હું બનું.
ભલે જાઉં, છતાં તુલસી તળે પાણી રહી જાશે, ગઝલના શેરમાં ધીમી મધુર વાણી રહી જાશે.
મીણ થઈ દીવે બળીને પીગળી જોયું અમે, ને સમંદરમાં ભળીને ઓગળી જોયું અમે.
આજ ઊગ્યો સૂર્ય, ને આ કાલનો પડકાર છે, દોડતી આ જિંદગીની ચાલનો પડકાર છે.
તારી અને મારી વચે બસ શ્વાસનો આ ફાસલો, હોઠે અડે ના હોઠ, છે બસ પ્યાસનો આ ફાસલો.
રાતભર તકિયે હતાં જે, સાવ ખારાં આંસુ છે, ને સવારે હાસ્ય થઈને, એ જ તારાં આંસુ છે.
ભીડમાં તેં સ્હેજ પાલવ ઝાલવા દીધો હતો, એ જ પળ મેં સાવ મેળો માણવા દીધો હતો.
કરી ઘાવ ઊંડો ફરી તેં હસીને, ગયું ચેન, લીધું હરી તેં હસીને.
ગણું છું સવારે દવાઓ બુઢાપે, અને સાંજ પડતાં દુઆઓ બુઢાપે.
હાથની રેખા હતી, ને એક ટાણું, શું થયું? જે ઉગાડ્યું આંખમાં મેં, એ વહાણું, શું થયું?
બદલતો રહું હું હવાના પ્રમાણે, નમું છું સદાયે સભાના પ્રમાણે.
આભથી ઊતરી ઓઢણી ચાંદની, ગામ આખે ઢળી લાગણી ચાંદની.
ઉદાસી દિવાળી કનૈયા વિના, ન રાધા રુપાળી કનૈયા વિના.
સાવ ઝાંખી છે છબી ને એક જાળું ભીંત પર, ને તિરાડે ઘાસ જેવું કોઈ ડાળું ભીંત પર.
ભાઈ, ઘરમાં ચાર જણ ને આઠ ગાડી, શું કરો? રાખવા જગ્યા નથી, તો રોડ આડી, શું કરો?
વાળમાં ચાંદી ભલે, મારી જવાની તું હજી, આંખમાં મેં સાચવેલી એ નિશાની તું હજી.
મા હજી જીવંત મારી પારણાંના બોલમાં, ગામ આખું સંઘરાયું આંગણાંના બોલમાં.
ઝૂંપડી નાની ભલે, પણ સાવ રાજી સંગમાં, બાજરાનો રોટલો ને ખેત-ભાજી સંગમાં.
હોઠ પર તાળું હતું, ને આંખ બોલી મૌનમાં, ને હૃદયની ગાંઠ આખી સ્હેજ ખોલી મૌનમાં.
ઓરડે બેઠી રહે છે સાવ ખાલી ઢીંગલી, દીકરીને એક વેળા ખૂબ વ્હાલી ઢીંગલી.
આંખમાં ભેગી કરી મેં વેદના, કોને ધરું? હોઠ પર થંભેલ મારી પ્રાર્થના, કોને ધરું?
મન ભમે આખા જગતમાં, આંગણે પાછું વળે, સાંજ પડતાં ગાય જેવું બારણે પાછું વળે.
બની છે ગટર સૌ નદીઓ વિકાસે, ગયાં વૃક્ષ, ઝૂલા, ગલીઓ વિકાસે.
હૃદયમાં એક ઝીણું શું સ્મરણ તારું રહેવા દો, ભલે લો છીનવી સઘળું, રુદન મારું રહેવા દો.
ઘડીભર ઠરીને રહો તો ખરા, નયનમાં ભરીને રહો તો ખરા.
હતો કાચ જેવો, ઘવાયો ભરોસો, હવે ક્યાં રહે એ સવાયો ભરોસો?
નથી કોઈ ઊભું ગલીમાં બપોરે, સમય પણ ઠરી ગ્યો ઘડીમાં બપોરે.
આંસુનું ટીપું પડી ફેલાઈ શાહી કાગળે, અક્ષરોએ દર્દની આપી ગવાહી કાગળે.
ટેબલો હેઠળ હવે તો નોકરી નીલામ છે, મંચ પર કૉપી કરેલી શાયરી નીલામ છે.
હતું જે ઘર, હતું જે ઝાડ, જોયું ગામ છેલ્લી વાર, ઉતાવળમાં પતાવ્યું'તું જરૂરી કામ છેલ્લી વાર.
આંખમાં સંતાઈ બેઠાં સાવ ખારાં આંસુઓ, તોય લાગે છે મને સૌથી ય પ્યારાં આંસુઓ.
બાળકે બાંધ્યો હતો કેવો મિનારો રેતમાં, એક મોજે ફેરવી નાખ્યો નજારો રેતમાં.