← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુઓ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંખમાં સંતાઈ બેઠાં સાવ ખારાં આંસુઓ,
તોય લાગે છે મને સૌથી ય પ્યારાં આંસુઓ.

વાત જે ના હોઠ પર આવી શકી, એ સૌ કહે,
મૌનની ભાષા લખે છે રોજ ન્યારાં આંસુઓ.

બાપ હસતો'તો વિદાયે દીકરીની આંગણે,
રાતભર તકિયે ઝળકતાં આભ-તારાં આંસુઓ.

ડુંગળીનું નામ લઈ બા રોજ રોતી ઓરડે,
આજ સમજાયું, હતાં એ માત્ર મારાં આંસુઓ.

ફૂલ પર ઝાકળ ગણીને લોક હરખાતા, પરાગ!
કોઈ ના જોતું, ઝરે છે એ બિચારાં આંસુઓ.

– પરાગ રતનપરા

#ગઝલ #આંસુ #મૌન #મા #પિતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #SilentPain #Mother #Father #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખછેલ્લી વારઆગલો લેખ →વાંક કોનો?