← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લી વાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતું જે ઘર, હતું જે ઝાડ, જોયું ગામ છેલ્લી વાર,
ઉતાવળમાં પતાવ્યું'તું જરૂરી કામ છેલ્લી વાર.

ખભે બેઠો પિતાને હું, અને મેળો હતો આખો,
પછી ઊંઘ્યો ખભે એના, થયો આરામ છેલ્લી વાર.

ગયો પરદેશ મારો દોસ્ત, ને કીધું: ‘ફરી મળશું’,
હતી એ ચા, હતી ગપસપ, હતી એ શામ છેલ્લી વાર.

નિશાળે ઘંટ વાગ્યો ને અમે ભાગ્યા ઘરે સીધા,
ન જોયું પાછળે, કીધા બધાંને રામ છેલ્લી વાર.

પરાગે ફૂલ પર બેસી સુગંધો સંઘરી લીધી,
ખબર ક્યાં'તી, હતું એ ફૂલનું સરનામ છેલ્લી વાર.

– પરાગ રતનપરા

#ગઝલ #છેલ્લીવાર #સ્મૃતિ #વિદાય #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #TheLastTime #Memories #Goodbyes #Impermanence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅદલાબદલીઆગલો લેખ →આંસુઓ