← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોકાઈ જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ત્યાં કશું ના, ઓ હૃદય, આ બારણે રોકાઈ જા,
સૂર્ય ઢળતો, સાંજ ઢળતી, આંગણે રોકાઈ જા.

દૂરથી ડુંગર મજાના, પાસ જાતાં પથ્થરો,
ઘર તણા ઊંબર ઉપર, આ કારણે રોકાઈ જા.

શોધવા ઈશ્વર ગયો તું, તીર્થ ને મંદિર બધે,
એ જ તારામાં રહે, મન-દર્પણે રોકાઈ જા.

રાત ઠંડી, ને ઘણું ધુમ્મસ ઝળૂંબે રાહમાં,
હૂંફ થોડી, બે ઘડી, આ તાપણે રોકાઈ જા.

આ પરાગે ભૂખ વેઠી, સ્વાદ પણ છોડ્યા બધા,
પ્રેમ પી બે ઘૂંટ, ને આ પારણે રોકાઈ જા.

– પરાગ રતનપરા

#ગઝલ #હૃદય #ઠહેરાવ #ઘર #સંતોષ #પરાગરતનપરા
#GujaratiGhazal #StayHeart #Pause #Home #Contentment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખદીવો થાજોઆગલો લેખ →ધરીને