બપોરે
નથી કોઈ ઊભું ગલીમાં બપોરે,
સમય પણ ઠરી ગ્યો ઘડીમાં બપોરે.
ધરા ધગધગે ને બળદ સાવ હાંફે,
પડી ભેંસ ઊંડી નદીમાં બપોરે.
સવારે હતાં સો ભજન કીર્તનો, પણ
થયા ઘોરતા સૌ મઢીમાં બપોરે.
ઘરે ઊંઘતાં સૌ, ઝરૂખે હતી તું,
હસી તું ગુલાબી કળીમાં બપોરે.
પરાગે લખી આ ગઝલ ધૂપ વચ્ચે,
અને છાંયડો તો છબીમાં બપોરે!
– પરાગ રતનપરા
#ગઝલ #ઉનાળો #બપોર #ગામડું #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #SummerNoon #ScorchingHeat #VillageLife #Romance #ParagRatanpara