← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુનું ટીપું પડી ફેલાઈ શાહી કાગળે,
અક્ષરોએ દર્દની આપી ગવાહી કાગળે.

પ્રેમપત્રે નામ તારું ક્યાંય ના લખ્યું છતાં,
તોય વાંચી ગામ આખે એ તબાહી કાગળે.

ફાઇલોમાં ગામ આખું ઊજડી ગ્યું એક દી,
શી સહી કરતો હશે એ બાદશાહી કાગળે!

મા ભણી'તી ના, છતાં રોજે ઉકેલે એ ટપાલ,
શું લખે છે સરહદેથી એ સિપાહી કાગળે?

ફૂલ પર જે ઓસ લખતી, એ જ અક્ષર છે પરાગ,
શેષ શબ્દો તો ભટકતા કોઈ રાહી કાગળે.

– પરાગ રતનપરા

#ગઝલ #કાગળ #અક્ષર #પત્ર #શબ્દ #પરાગરતનપરા
#GujaratiGhazal #Paper #Letters #WrittenWord #Ink #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખવાદળઆગલો લેખ →બાપુ