← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તેં હસીને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કરી ઘાવ ઊંડો ફરી તેં હસીને,
ગયું ચેન, લીધું હરી તેં હસીને.

નથી તીર, ના તેગ, ના હાથ ખંજર,
છતાં ખૂન આખું કરી તેં હસીને.

હતી આંખમાં એક ખારી નદી, પણ
બધી વેદના સંઘરી તેં હસીને.

સભામાં મને સાવ ખોટો ઠરાવ્યો,
પછી વાત પાછી ધરી તેં હસીને.

હજી ઘાવ જૂનો રુઝાયો નથી ત્યાં,
ચલાવી નવી ત્યાં છરી તેં હસીને.

પરાગે બધું ઝેર પીધું ખુશીથી,
કટોરી હતી જે ભરી તેં હસીને.

– પરાગ રતનપરા

#ગઝલ #સ્મિત #પ્રેમનોઘાવ #મીઠીવેદના #પ્રણય #પરાગરતનપરા
#GujaratiGhazal #DeadlySmile #WoundsOfLove #SweetPain #Romance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઈશ્વરનું ગૃહકાર્યઆગલો લેખ →હું અહીં બેઠો