રહો તો ખરા
ઘડીભર ઠરીને રહો તો ખરા,
નયનમાં ભરીને રહો તો ખરા.
સપનમાં જ આવો, જજો ના ફરી,
ઉજાસે ફરીને રહો તો ખરા.
ઉતાવળ કરો શું? હજી સાંજ છે,
કપે ચા ધરીને રહો તો ખરા.
ઘડીમાં ધસો, ને ઘડીમાં ખસો,
જરા ઘર કરીને રહો તો ખરા.
પરાગે કરી પ્રાર્થના ફૂલને:
ખરો, પણ મરીને રહો તો ખરા.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #પ્રેમ #સપનાં #મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #Longing #StayAWhile #Dreams #Togetherness #ParagRatanpara